જૉકર
જૉકર
શું એક હાસ્ય પાછળની વેદના નથી જાણતાં ?
શું એ અતરંગી મુખ પાછળનું અંધારું નથી ખબર ?
શું એ રંગમંચ પર કરતા કરતબોના ખેલ પાછળની એ મહેનત નથી સમજતાં ?
શું સમજી ગયાં આપણે ને શું કહી ગયાં એ ?
બધું જ સમજાવી ગયાં એ ને
અડધામાં પણ અડધું છોડી ગયાં આપણે,
મનની એ વ્યથા કોણ સમજી કહે ?
પૂછતાં અનેક સવાલ એ બસ એક મધમોટું હાસ્ય આપી ગયાં.