STORYMIRROR

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

જોજો

જોજો

1 min
14.2K


નાનકડું સારું કામ કરી જોજો,

અને પછી એનો આનંદ જોજો,

સ્વને ખાતર તો ઘણું જીવ્યા,

બીજા માટે થોડું જીવી જોજો...

અને પછી એનો આનંદ જોજો,

આપણે તો છપ્પન ભોગ ખાધા,

બીજાને થોડું જમાડી જોજો...

અને પછી એનો આનંદ જોજો,

આપણે તો અવનવા પીણા પીધા,

બીજાની તરસ છીપાવી જોજો...

અને પછી એનો આનંદ જોજો,

સ્વ ખાતર તો ઘણા નાણા ખર્ચ્યા,

બીજાના માટે થોડા ખર્ચી જોજો...

અને પછી એનો આનંદ જોજો,

આમ તો માણસ રૂપે જનમ્યા છે,

થોડું માણસ બની જોજો...

અને પછી એનો આનંદ જોજો...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational