જો તું આપે સાથ
જો તું આપે સાથ
પીડાથી ભરેલી આ જિંદગી સરળ બની જાય,
જો તું સાથ આપે તો.
વીરાનીમાં પણ ગુલશન મહેકી ઊઠે,
જો તું સાથ આપે તો.
દુનિયા મારી વિરૂદ્ધ હોય, તોય હું જંગ જીતી જાઉં,
જો તું સાથ આપે તો.
જીવન સાગર ને પણ હસતા હસતા પાર કરી લઉં.
જો તું સાથ આપે તો.
હરેક સવાર સોનેરી લાગે,
સંધ્યાના રંગો મારા જીવનને રંગે,
જો તું સાથ આપે તો.
તારા સ્મિતનું ઘરેણું,
જાણે મારો લાખોનો ખજાનો બને,
જો તું સાથ આપે તો.
તારી ઉદાસીને ઓગાળી,
મેઘ ધનુષ્યના રંગોથી રંગીન બનાવી લઉં જીવન,
જો તું સાથ આપે તો.
અંધારું તો ભરી જશે ઉચાળા,
વ્યાપી જશે ઉજાસ જીવનમાં,
જો તું સાથ આપે તો.
મારી નિરાશા પણ,
ઉત્સવ બની જાય,
જો તું સાથ આપે તો.

