જન્મદાત્રી
જન્મદાત્રી
નારી તું જન્મદાત્રી કહેવાતી,
તોયે તું મનમાં મુંઝાતી,
હોયે ભલે તને ખુલ્લા આકાશે,
વિહરવાની, લેહરાવની આઝાદી,
પણ તારા પંખ વગર તું શું ઉડવાની ?
જીવનના પથ પર હરપળ,
બધાની જિંદગીને પ્રેમથી કંડારતી,
તોયે તું જીવનસાથીના સાથ માટે,
પોતાની જાતને સાથે મન મનાવતી,
તુંજ કળયુગની સીતા બની,
આજના રાવણનો વધ કરનારી,
તોયે તારી અગ્નિ પરીક્ષા લેવાતી,
સમાજના ખરાબ તત્વો સામે,
ઝાંસીની રાણી બની લડનારી,
તોયે તું અબલાનારી કહેવાતી,
બધાનાં દર્દનો ભાર જીલી હસતી,
સહુ સાથે નદીની જેમ ખળખળ વહેતી લહેરાતી,
તોયે તું અવિશ્વાસ, શંકાના વમળમાં ફસણી,
નારી તારી આજ કહાની,
તોયે નારી તું નારાયણી કહેવાતી.
