જન્મ ચક્ર
જન્મ ચક્ર


આવે એ જાય ને જાય તે આવે,
જન્મ મરણનું ચક્ર આમ ચાલે,
આવ્યા'તા એકલા જવાનું છે એકલા કે,
વાવ મહી સીચી સંબંધની ગાગર કેમ કરી ફૂટે,
હાસ્ય ને રૂદનની અહીં જામે જુગલબંધી છે,
સફળતા નિષ્ફળતા સિક્કાની બે બાજુ બને,
શું છે આ જિંદગી? કહું તો કોઈ એ જાણે!
અલક મલકની વાતો ને મસ્તાની મોજ છે,
વિપુલ ઝરણું સુખનું મોહમાયાનો છે દરિયો કે,
ચાર આશ્રમને અઢળક અનુભવોથી છલકાય છે.