જંકફૂડ
જંકફૂડ
બર્ગર, પિઝા, ખાય પાણીપુરી,
એમની તંદુરસ્તી ન રહે સારી,
જંકફુડનો સ્વાદ લાગે જીભને સારો,
પણ એ તંદુરસ્ત જીવનને વહેલું મારો,
એમાંથી નથી મળતું પોષણ,
થાય છે માત્ર શરીરનું શોષણ,
ખાવ ઘરનું સ્વાદિષ્ટ ભોજન,
તો નહી લેવું પડે ઈંજેક્શન,
બહારનું ખાવાનું બીમારીનું ઘર,
ઘરનું ખાશો તો સુખમાં રહેશે શરીર.
