STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

જંગ જીતાય જગે

જંગ જીતાય જગે

1 min
310

જીવને રામ, રાવણ હયાતી સદાય ધરે,

રાવણ દહન થાય, જંગ જીતાય જગે,


આસુરી રંગો ઊંચકે માથું હુંકાર નાંખીને,

નાથવા વિવેક યુદ્ધ ખેલી સમાય મને,


હૈયે વસતી દાનવવૃત્તિઓ ઘણી થૈ હાવી,

તાણવી લગામ કેમ એ સમજાય પળે,


તહીં અહં, રાગ, દ્વેષ શમતાં ચિત્તે પારખી,

ક્રોધ, અવિચાર, ગર્વ ત્યાગી ભરાય સતે,


માનવ સદાયે રત ભૌતિક જંજાળે ડૂબી,

પામે જ્ઞાન પિયુષ, માનવ્ય ધરાય પ્રણે,


ઈશસુધા લબ્ધિ હો, પ્રગટી સદ્દભાવ ચૌદિશે,

દાનવી મદ દહને મેલ બધાંય જલે,


ધર્મ, સત્કર્મ સરવાણી વહે વિજય ઘોષે,

ઉર અસુર દહને ઈશ સમાય ખરે,


ફાલે પરમાનંદ રુચા જે આત્મ શાખે ફૂટી,

બ્રહ્માંડે સુવાસ વહે એની, ફેલાય શાને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational