જલતરંગ
જલતરંગ


અચાનક આ મનગમતો સ્પર્શ,
ખીલતા લાલ ગુલાબી ગાલ હું છું.
દોરાય અનેક મોહક મુસ્કાન,
અજાણી મસ્તીખોર વાછંટ હું છું !
સહુ કોઈને મુજની જ ચાહત,
હું નથી કોઇ ખીલતું ગુલાબ.
તમારું પારદર્શક મન હું છું,
ઉત્કટ ધસમસતો ધોધ હું છું !
ઈન્દ્રધનુષ અને નવી ઉમંગો,
મોજીલું નૃત્ય 'ને સપ્તરંગી સ્વપ્નો.
જન્મે નવી ઉભરતી નિર્દોષતા,
અણધારી વરસતી વષાૅ હું છું !
કંડારું અજાણ્યા માર્ગે નિજ રાહ,
મંદ મંદ હાસ્ય લપસતી જાઉં.
ન અટકું લક્ષ મળતાં પહેલાં,
નિર્મળ પૂજનીય નિઝૅરી હું છું !
ઝડપું કુદરતની સુંદરતા,
અંકુ હું માનસપટ પર તારા.
પ્રેરું હું નવી કળા ને જનમવા,
નિતાંત પાવન સરોવર હું છું !
મિલન ધરતી અને અમ્બરનું,
તોફાની અને અકલિત ખજાનો.
આપું તને તુજનું જ મનોબળ,
પ્રતિપળ બદલાતો સાગર હું છું !