STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

જિંદગીનો સાર

જિંદગીનો સાર

1 min
26K


પરમ તત્વને પામવામાં સાર છે જિંદગીનો.

આતમને ઓળખવામાં સાર છે જિંદગીનો.


ઇચ્છાઓની પૂર્તતા કાજે મથ્યા કેટકેટલું,

સત્યને સમજવામાં સાર છે જિંદગીનો.


હાથમાં કશું આવ્યું નહિ મૃગજળ એ તો,

ધીમેધીમે ત્યજવામાં સાર છે જિંદગીનો.


મૂકી વાત મમત્વની હરિશરણે જવાનું છે,

અંતરયામીને ભજવામાં સાર છે જિંદગીનો.


આજલગીનો રસ્તો મોહમાયાનો જ રહ્યો,

પ્રભુના આખરે થાવામાં સાર છે જિંદગીનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational