STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

જિંદગીનો પાગલ ખેલ

જિંદગીનો પાગલ ખેલ

1 min
13.8K


આંખો ચોળું ને તું પાંદડે પાંદડે રહસ્ય થઈને ધજાની જેમ ફરફરે,
અધર ઉઘડે કુમળી કળીઓના ને તું ચોતરફ મહેક બનીને પ્રસરે...!

ને અર્ધ-સુકા ઘાસના તણખલે સુતેલા સ્વપ્નની શું વાત કરવી?
વગર આશાએ એનેય રોજ રોજ ઝાકળ રૂપે નવું જીવન મળે...!

નજર આકાશમાં ભટકી ભટકી ને લમણે હાથ દઈને બેસી ગઈ...
ત્યારે ક્ષિતિજના ધોખામાં મુજને મહોરું મિલનનું ખોટું નજરે ચડે...!

નાશવંત મંઝીલોની આશાઓનો નાશ લગીરે નજરે ચડતો નથી...
ને હોશમાં હરકદમ હવે ઘર નવા ક્ષણના સફરમાં રચાયા કરે...!

રોજ સવારે  "પરમ"  આશાઓના પાસા તક બનીને આવી ચડે...
ને જિંદગીનો "પાગલ" ખેલ એક દિવસ માટે રોજ રોજ લંબાયા કરે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational