Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.5  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

જિંદગી

જિંદગી

1 min
250


કોણ કહે છે જિંદગી છે રસ્તે રઝળતી વાર્તા

ભાઈલા, જીવી જાણો તો થઈ જાય એ મહાકથા,


ચઢાવો ઢોળ પુરૂષાર્થે તો જિંદગી છે જિંદગી

ભૂલી જો ભટક્યા કરો તો દિસશે વેરાન જિંદગી,


જેવું વિચારો એવી જ આવી રમશે આ જિંદગી

મીંચશો જો આંખ તો કદી ના ભાળશો એ રોશની,


ભૂલી તમે ભૂલો ને ભાળો હસી નવતર આ જિંદગી

દોષો પડશે ખરી ને મલકશે મગરૂરી આ જિંદગી,


જીવ્યા તમે ફક્ત પોતા માટે તો તમે શું જીવ્યા ?

કેવું જીવતા દાતા બની, જુઓ ઊભાં આ ઝાડવાં,


સાધુ થવું કે સંસારી થવું ? વિચારે વહી જાશે જિંદગી,

માંહ્યલાને રમવા દે મારી સાથે, હળવે બોલ્યા શ્રી હરિ,


આયખું એવું ઉજળું કરજો એ અવિનાશી ને આશરે

સમાધીમાં સૂતા પછી પણ લોક આવી દીવા કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational