STORYMIRROR

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

જિંદગી સફર

જિંદગી સફર

1 min
193

જિંદગી સફર અનુભવ તણી કિતાબ,

રાહે મળે કંટક ને મળે રંગીન ગુલાબ,


ને મળે ચમ્પો ચમેલી ને કરેણ સમ ફૂલ,

ને મળે રાહે માટી, ઢેફા,મળે કંકર,ધૂળ,


જિંદગી સફર પન્ના ઉકલાય ન ઉકલાય,

ને કેટલા પન્ના વંચાય, કેટલના ન વંચાય,


જિંદગી કિતાબ કેટલા પન્ના કંટ સમ વાગે

ને કેટલા પન્ના મૃદુસ્પર્શ અહેસાસ કરાવે,


જિંદગીને જિંદગીની જેમ બસ જીવી લેવાય

કાન્તાસુત ઝેર મળે કે મળે અમૃત પી જવાય,


જિંદગી સફર અનુભવ તણી કિતાબ,

રાહે મળે કંટક ને મળે રંગીન ગુલાબ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational