જિંદગી ગમાડી છે
જિંદગી ગમાડી છે
એક બંધ બારી આજે ઉઘાડી છે,
સૂરીલા ટહૂકાંમાં ઉદાસી વગાડી છે,
રખેને કોઈ સાંભળે દૂર દૂર સુધી,
એટલેજ આજ વાંસળી ઉપાડી છે,
હસવું અમારું નાગવાંરા હતું' એણે,
જખ્મ પર સતત આંગળી અડાડી છે,
શબ્દ એ શબ્દમાં દુ:ખદર્દ ઉતારવા,
જો કલમ પણ આંસુમાં ડૂબાડી છે,
જિંદગી એ આમતો ગળે લગાડી છે,
ઝીલે એટલે જ જિંદગી ગમાડી છે.

