જીવવું છે
જીવવું છે
આકાશમાં તારાની જેમ ચમકવું છે,
સપનાંની દુનિયામાં મારે જીવવું છે,
અંતરિક્ષની દુનિયામાં નવું નવું માણ્યું
ગ્રહો, ઉપગ્રહોનું અવકાશ જોવું છે,
રળિયામણી ધરા કેવી અદ્ભૂત છે ?
એ વિચારોના હલેસાં મારતાં રહેવું છે,
મંગળગ્રહની યાત્રા મેં સપનાંમાં રાખી,
કુદરતના ખોળામાં માથું રાખી સૂવું છે,
નડે જ્યાં મંગળની આંધી, વિનાશ સર્જે,
ઈશ્વરની બનાવેલી દુનિયામાં જીવવું છે.

