STORYMIRROR

Umesh Tamse

Romance Others

3  

Umesh Tamse

Romance Others

જીવવા દે

જીવવા દે

1 min
26.7K


ગગનમાં ખગ બનીને ઊડવાં દે,

ને ભીતર આજ તારા જીવવા દે.

હૃદયમાં છે હજી કંટક વસેલા,

બધાં કંટક મને તો ચૂંટવા દે.

સફર ખેડી રહ્યો જિંદગીની હું,

કિનારે નાવ મારી લાવવા દે.

જીવન મારું બનાવે જે સુગંધી,

મને એ પ્રેમની સ્વચ્છ હવા દે.

સદા કૂપળ બની ફૂટે છે વિચારો,

હવે ભીતર કવિને ઊગવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance