જીવતરની માયા
જીવતરની માયા
હું છું તારો જીવ ને તું મારી જીંદગી,
તારી માયા મને નાનપણથી લાગી,
નાનો હતો ત્યારે માં ની મમતા,
પિતાની ધુન મને નાનપણથી લાગી,
નિશાળે જતો ત્યારે મિત્રોની લગની,
જીવતરની માયા મને બાળપણ માં લાગી,
યુવાનીમાં પ્રવેશતા પ્રેમ થયો,
પ્રેમિકાની માયા મને યૌવનમાં લાગી,
લગ્ન થયા એટલે પત્નીની માયા,
જીવનસંગીનીની માયા મને ત્રીસીમાં લાગી,
પિતા થયો એટલે પુત્રની માયા,
ઘડપણમાં પૌત્રની માયા,
આજે મૃત્યુ શૈયા પર સૂતેલો છું ,
જીવતરની માયા હજી નથી છૂટતી !
