STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy Inspirational

4  

ચૈતન્ય જોષી

Tragedy Inspirational

જીવો ને જીવવા દો

જીવો ને જીવવા દો

1 min
592

શું કોઈના અહમને પોષવાને જ જીવવાનું આપણે?

હોમી દૈ અરમાન આપણાં બસ શ્વસવાનું આપણે ?


નાનો જીવ મોટા જીવને ગળે એ ક્રમ છે સૃષ્ટિ તણો, 

શું સ્વમાનને ગીરવે મૂકીને ઉરથી ટપકવાનું આપણે?


"જીવો ને જીવવા દો" નથી દેખાતું આ દુનિયામાં સદા,

કોઈનાં ખ્વાબ પૂરા કરવા શું સતત નમવાનું આપણે?


આમ તો નમાલા હોય એ જ બીજાને નમાવી જાણે,

કચડી નિજનું સ્વને શું બીજાને રાજી કરવાનું આપણે?


અધિકાર જીવવાનો છે બધાને સરખો આ જગતમાં, 

તોય ત્રેવડવાળાને શું ભગવાન રોજ કહેવાનું આપણે?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy