જીવનસંગિની
જીવનસંગિની


જીવન છે સંઘર્ષથી ભરપૂર,
પસાર થશે આસાનીથી,
જો તમારો સાથહશે તો,
મહેણાં ટોણાનો થશે વરસાદ,
સમજીશ પ્રભુનો પરસાદ,
જો તમારો સાથ હશે તો,
કાંટા આવશે કે કંકર,
લાગશે ફૂલસમ,
જો તમારો સાથ હશે તો,
હું બનીશ અન્નપૂર્ણા
બનજો તમે તારણહાર
જીવીશું બની એકમેકનો આધાર
જો તમારો સાથ હશે તો,
કહે સંદેશી સાંભળો સૌ જીવનસંગી,
નિભાવજો સાથ હરદમ જીવનસંગિનીનો
ના તરછોડજો એને, ના ધુત્કારજો,
પ્રેમથી એને રાખજો અને સાંભળજો.