જીવનસાથી
જીવનસાથી
જીવનસાથી ડગલે ને પગલે આપીને સાથ,
કરાવે જે ખાસ હોવાનો એહસાસ,
બની જાય છે જીવનસાથી આમજ એકબીજાના શ્વાસ.
શરૂ થાય છે જેની જોડે નવા જીવનના અનોખા મંડાણ,
પછી તો થાય છે એની જોડે મુશ્કેલ ડગરના પણ ખેડાણ.
મિત્ર બની રહે આજીવન શ્રેષ્ઠ એકબીજામાં આપે જો થોડું ધ્યાન,
જીવનસાથી જ આપી શકે છે દુનિયાદારીનું બહુમૂલ્ય એવું જ્ઞાન.
એકબીજાના પૂરક બનીને રહી જાય એ જ તો છે ઉત્તમ વાત,
નિભાવે છે એ વચન જીવનભર જે લીધા હતા ફેરા ફરતા સાત.
જીવનસાથીની ખામી ઢાંકવામાં જ દેખાય છે એકબીજાનો પ્યાર,
અપૂર્ણતા સાથે સંબંધ સ્વીકારી પૂર્ણતા ભરવી લગ્ન જીવનનો સાર.
