જીવનસાથી
જીવનસાથી
ચાલને જીવનસાથી આપણે સુખ દુઃખ આપણા વહેંચીએ,
ઊંચા ઊંચા સપનાઓ સેવી ગુરુ શિખર પર પહોંચીએ.
તારું મારું આજીવન આખું ગયું બધું ભેગું કરવામાં,
હવે તો સુધારી લઈએ આ જન્મારો એકબીજાના સહવાસમાં.
દીકરો જશે વહુ પાસે દીકરી જશે જમાઈ સાથ,
દુઃખ ભર્યું આ જીવન જીવવા આપણે જ આપણો સંગાથ.
જીવતરની લાઠી દિકરો બનશે એ ભૂલ કદી ના કરવાની,
બાકી તો સૌ જાણે છે સૌના ઘર ઘર ની કહાની.
કપૂતર પાકે જો દિકરો એવા માવતર ની જિંદગી નર્ક છે,
જે માવતર નો દિકરો શ્રવણ એ માવતર નું જીવન સ્વર્ગ છે.
સાથ હોય જો જીવનસાથીનો તો ભવપાર તરી જવાય છે,
બાળકોની સેવા વિના પણ ખુશીથી જિંદગી જીવી જવાય છે.

