STORYMIRROR

jignasa joshi

Inspirational Others

4  

jignasa joshi

Inspirational Others

જીવનની રીત

જીવનની રીત

1 min
371

ક્યારેક સુખ ક્યારેક દુઃખ, ક્યારેક હારજીત,

ક્યારેક મળે ખુશી અનેક તો ક્યારેક દર્દે દિલ.


નથી સમજાતું શું છે જીવન, શું જીવનની રીત,

જીવન આખું જીવી જાણ્યું, ન જાણી ક્યારેય રીત.


નસીબનાં નામે લખી જિંદગી, જાણી ને માણી,

મળ્યું તે ભોગવ્યું ને કરી બધી ઉજાણી.


સમય આવતાં સમજાણી, કહાની આ જીવનની,

સુખ દુઃખની છાયા એટલે, પરિભાષા છે જીવનની.


ખોબલે ખુશીઓ આપે તો પણ, ઈચ્છાઓ નથી પુરવાની,

દુઃખનું એક તણખલું પણ, કરાવે ભૂલ મરવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational