STORYMIRROR

Sheetal Bhatiya

Inspirational

4  

Sheetal Bhatiya

Inspirational

જીવનની પરીક્ષા

જીવનની પરીક્ષા

1 min
132

જીવનમાં સદવિચારોની ધારદાર કલમથી,

જીવનની પરીક્ષાના પેપરો છે લખવાના !


દુઃખના પેપરમાં કંઈ જ સમજાય નહિં,

તો સાથીદારને થોડું વહેંચી દેવું,

ત્યારે જીવનમાં સાચો જવાબ મળે છે,


સો ઓછા એક,

ઘણાં દુઃખ, દુઃખની શૂન્ય થાય

વાત વહેંચવી બરાબર,

દુઃખ તો દુઃખ રહેતું જ નથી


સુખનું પેપર પણ લાગે અઘરું,

તો સાથીદારને બનાવવું સહભાગી,

ત્યારે જીવનમાં સાચો જવાબ મળે છે,

એક વત્તા એક અગિયાર થાય


જીવનમાં સદવિચારોની ધારદાર કલમથી ,

જીવનના પેપરો છે લખવાના !


એવા ઘણાં પેપરો છે લખવાના,

આશા-નિરાશા, ગતિ-પ્રગતિ,

અજ્ઞાન-જ્ઞાન,ક્રોધ-પ્રસન્નતા

એમાં પણ સાથીદાર વિના પેપર લખાઈ નહિં.


અને ત્યારે કોઈ સાથીદાર જો ન હોય આપણી સાથે, 

તો કોણ બને સાથીદાર ? કોણ માર્ગદર્શન આપે ?


ત્યારે જીવનમાં સાચો જવાબ મેળવી શકાય,

સદવિચારની ધારદાર કલમથી,

કર્મના સાક્ષી, ઉત્સાહ આપનાર,

મદદ માટે તૈયાર, કર્મના ભાગીદાર બને,


એવા સાથીદાર છે ઈશ્વર આપણા !

જો હોય ઈશવિચાર સંગાથે,

તો બધા જીવનની પરીક્ષાના પેપર લખાઈ સરળતાથી, 

પરિણામે જીવનમાં મળે સફળતાની એવી નિશાની,

જે કહેવાય 'જીવનમાધુર્ય'ની ટ્રોફી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational