STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

જીવનમાં બદલાવ લાવ્યો તું

જીવનમાં બદલાવ લાવ્યો તું

1 min
178

હું તો રણની સુખીભઠ્ઠ રેતી હતી,

પણ મારામાં ભીનાશ લાવ્યો તું,


હું રસ્તે રઝળતો પથ્થર હતી,

પણ મુરતનું રૂપ આપ્યું તે,


સ્વાર્થી બની ફક્ત મારા માટે જ જીવતી હતી,

માનવ સેવાનો મર્મ સમજાવ્યો તે,


બસ બધાને સલાહ દેવાની આદત હતી મારે,

પણ વડીલોનું માની કેડી કંડારવાની શીખવ્યું તે,


બધાના સહારે ચાલતી હતી હું,

પગભર થવાનું શીખવ્યું તે,


સપનાં જોવાનું હું ક્યાં જાણતી હતી,

મારા સપનાંઓ સાકાર કર્યા તે,


દિશાવિહીન હતી હું,

ધ્યેય મારો શણગાર્યો તે,


ભૌતિક વસ્તુ પાછળ આંધળી દોટ હતી મારી,

આધ્યાત્મિક જીવનનો મર્મ સમજાવ્યો તે,

મારા જીવનમાં બદલાવ લાવ્યો તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance