STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

જીવનભર તને સાથ આપતી રહીશ

જીવનભર તને સાથ આપતી રહીશ

1 min
250

હૈયે હોય ઘાવ, તો મલમ લગાવતી રહીશ,

તારા ઉદાસ હૈયે આશા હું જગાવતી રહીશ,


ભલે આખી દુનિયા છોડી દે તારો સાથ,

કોઈ પણ પરિસ્થિતિમાં તને ચાહતી રહીશ,


લાગે તને કોઈ ઠોકર ને તારું હૈયું તૂટે,

ત્યારે નવો ઉમંગ, નવી આશા ભરતી રહીશ,


આવે તારા જીવનમાં અઢળક સંકટો,

તારો પડછાયો બની સાથ આપતી રહીશ,


જીત મળે કે હાર જીવનની જંગમાં,

ઢાલ બની તારો સાથ આપતી રહીશ,


ભલે કર્યા નથી મેં કોઈ કોલ કરાર,

તોય જીવનભર સાથ નિભાવતી રહીશ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance