STORYMIRROR

MITA PATHAK

Inspirational

4  

MITA PATHAK

Inspirational

જીવન

જીવન

1 min
362

રાત ને દિવસની રાહમાં,

જિંદગીનો સમય ચાલી જાય છે.


ફરજ ને મરજીના અંતરમાં,

જિંદગીની અરજી ઓ ચાલી જાય છે.


કરમ ને ધરમની ગાંઠમાં,

જિંદગી ધમાલમાં ચાલી જાય છે.


ખરાબ ને સારાયની શોધમાં,

જિંદગી લડાઈમાં ચાલી જાય છે.


પર ને પોતાનાની સમજમાં,

જિંદગીના વહાણાં સરી જાય છે.


સ્વની ઓળખ થતા સુધીમાં,

જિંદગી પરલોક વહી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational