જીવન
જીવન
જીવનમાં જીવતાની તમે કિંમત કરી લેજો,
ગમ તો મળશે જીવનમાં થોડું હસી લેજો,
જીવન છે દુઃખ આવે તો થોડું ખમી લેજો,
હરિ બિરાજે હૃદયમાં તેને તમે ભજી લેજો,
જિંદગી હાર - જીતનો ખેલ છે રમી લેજો,
આ ભવ સાગરમાં તરાય એટલું તરી લેજો,
કોઈ વેંત નમેલા મનુજને હાથ નમી લેજો,
ખવડાવજો ક્ષુધાતુરને એની દુઆ પામી લેજો,
ભજી લેજો રામેશ્વરને શીશ નમાવી લેજો,
એક ફૂલ, એક બિલ્વ, કળશ ચઢાવી લેજો,
ભોળાના ભગવાન ભોલેનાથ રીઝવી લેજો,
તમારા જીવનમાં ચાર ચાંદ ન લગાવે તો કે'જો.