જીવન તારે નામ કરવા જેવું છે
જીવન તારે નામ કરવા જેવું છે
તું કહે એમ સદા કરવા જેવું છે,
સંગ તારે જીવન જીવવા જેવું છે,
કશું નથી તારા વગર જીવનમાં,
ઈશ્વર પાસે તને માંગવા જેવું છે,
કિંમતી બનાવ્યું તે જીવન મારું,
જીવન તારે નામ કરવા જેવું છે,
તારી ચાહત મારા જીવનનું કારણ,
બસ આ જીવન હવે ચાહવા જેવું છે,
મળી તારી ચાહત જીવન ધન્ય થયું,
હૈયે સદા તને સ્થાન આપવા જેવું છે,
મળી ગઈ દુનિયાની સઘળી દોલત મને,
જીવનમાં હવે ક્યાં કશુંય પામવા જેવું છે.

