STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

જીવન મારૂં

જીવન મારૂં

1 min
287

સૂનકારભર્યું જીવન છે આ મારૂં,

તમારૂં આગમન થાય તો કેવું સારું ?

હ્રદયના દ્વાર ખૂલ્લા છે મારા,

તેમાં તમે વસો તો કેવું સારું ?


પાનખર જેવું આ મન છે મારૂં,

તમે વસંત મહેંકાવો તો કેવું સારું ?

પથ્થર જેવા આ મારા હ્રદયમાં,

પ્રેમજ્યોત પ્રગટાવો તો કેવું સારું ?


કાગળ અને કલમ લઈને બેઠો છું,

તમે શબ્દ બનો તો કેવૂં સારૂં ?

તમારા પ્રેમની ગઝલ લખીશ હું, 

તમે બંદિશ બનો તો કેવું સારું ?


તમારા પ્રેમની મહેફિલ સજાવું છું,

તમે જામ છલકાવો તો કેવું સારું ?

જામ પીને મદહોંશ બનવું છે "મુરલી",

તમારા હાથે પીવડાવો તો કેવું સારું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance