જીવન લઈ આવી
જીવન લઈ આવી
વર્ષોથી ઠરીઠામ થયેલી પળો લઈ આવી,
લગ્નની વર્ષગાંઠ એવી સૌગત લઈ આવી.
મહેંકી ઉઠયું વન જેમ વસંતના આગમનમાં,
એવીજ જીવનની મહેક સંગ લઈ આવી.
સાથે જીવાયેલ આ વર્ષોના ગલીયારામાં,
સધિયારો ઠરીઠામ કરી જિંદગી લઈ આવી.
ગાંડી ઘેલી થઈ ફરતી હતી જેમ ગોકુળમાં,
એમ કાન્હા માટે રાધા પ્રેમ રસ લઈ આવી.
ક્યાસ આવો કાઢી શું કરશું જીવન પટલમાં,
મૃત્યુ પણ સહજ લાગે એવું જીવન લઈ આવી.
