Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

જીવન જંગ

જીવન જંગ

1 min
354


લડીશું જંગ આજે તો ધનંજય ખાસ લાવ્યો છું,

લે આ ધબકાર ને તારા જ કામે શ્વાસ લાવ્યો છું,


છે દુર્લભ જ્યાં જનમ, ત્યાં વેદનો વિશ્વાસ લાવ્યો છું,

હૃદયમાં રામ બેઠો, એ સમજનો પાસ લાવ્યો છું,


જવાના કેમ આ દિવસો વિયોગ તણા હવે મારા !

કહી દે રામ-સીતા જેટલો વનવાસ લાવ્યો છું,


જો ફૂંકાશે એ રણશીંગા, હણીશું દુશ્મનો આજે,

મહાભારત ભણેલા યુદ્ધવીરો ખાસ લાવ્યો છું,


હણાશે આજ આંતરિક ને બહારી વિશ્વના શત્રુ..

જો યોગેશ્વર તણી ગીતા ભણેલી આસ લાવ્યો છું,


રહે ના કોઈ ખૂણો આજ બાકી તારા વિચારોથી..

સુદામાંના સહિત નરસિંહ જેવા દાસ લાવ્યો છું,


"જગત" આખું હવે લાગ્યું છે સૌને આમ ચાહવા જેવું,

છે એવી પ્રેમ કેરી, આજ એ દરખાસ લાવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational