જીવન જીવવું જોઈએ
જીવન જીવવું જોઈએ
વર્ષોની રાહ આજે સાચી લાગે,
તારી આ મુલાકાત પ્યારી લાગે,
મારી કલ્પના આજે કાચી લાગે,
તારી આ હકીકત તાજી લાગે,
મારી આ વાતો આજે રીત લાગે,
તારી આ ભાતો સ્મિત લાગે,
મારો આ સ્નેહ સાચો લાગે,
તારો આ પ્રેમ વાતો લાગે,
મારો આ વિશ્વાસ આજે વિશ્વાસ બન્યો
તારો આ શ્વાસ આજે સંબંધ બન્યો,
મારી મ્હેફિલ આજે આછી લાગે,
તારી આ વાત આજે સાચી લાગે,
મારું આ જીવન આજે પ્યારું લાગે,
તારું આ જીવન આજે સહારો લાગે.
