જીવન જીવી જાણ
જીવન જીવી જાણ
ન લાગે ચિત્ત ભજનમાં ને ન સાંભરે પ્રભુનું નામ,
જીવન આખું જીવીએ લઈ આધિ વ્યાધિ ને કામ,
મનડું હોય મકાનમાં ને દલડું જાય દુકાન,
પછી ક્યાંથી સાંભરે પ્રભુનો ભક્તિભાવ,
રચ્યા રહીએ માયામાં ને ધંધામાં જાય ધ્યાન,
ઊંઘમાં કરીએ બબડાટ ને જાગીએ આખી રાત,
વિચારી લે મનવા સમજ હવે જરાક,
તું પ્રભુનો ઋણી છે ભગવાન છે દાતાર,
ફુરસદ કાઢી પ્રેમથી કર તું ભક્તિભાવ,
દીન દુખિયાના હૈયાને ટાઢક થોડી આપ,
હૈયામાં સ્નેહનો સાગર ભરી બની જા નિ:સ્વાર્થ,
વ્હાલસોયો હાથ ફરશે ને અમૃતથી છલકાય આંખ,
જીવતર તારું જીવી લેજે બનીને ગુણવાન,
ફરી અવસર નહીં મળે જીવન જીવી જાણ,
