જીવન એક રંગમંચ
જીવન એક રંગમંચ
જિંદગી એક રંગમંચ છે,
હસતાં રમતાં પાત્રો છે,
ચાલ જિંદગીના નાટકમાં,
આપણે શામેલ થઈ જઈએ,
આપણે ભાગે આવતા પાત્રો,
બખૂબી નિભાવી લઈએ,
ઈશના હાથની કઠપૂતળી છીએ,
ક્યારે દોર તૂટી જાય તેની ક્યાં ખબર છે ?
ચાલને આપણે જિંદગી જીવી લઈએ,
જિંદગીનાં સુખદુઃખને પડદાં પાછળ છૂપાવી લઈએ,
રંગમંચ પર પડદો પડતાં પહેલાં,
તાળીઓના ગડગડાટને માણી લઈએ.
