STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

જીવીયે જીંદગી સારી

જીવીયે જીંદગી સારી

1 min
301

રાત દિન રોજ હું નિરખું છું તુજને,

સ્નેહનો ધોધ હું વહાવું છું તુજને,

ગમગીની કેમ છુટતી નથી તારી ? 

વાલમ મુજને થાય છે ચિંતા તારી. . 


મધુર સ્મિત તું ફરકાવે છે મુજને,

પાસે આવું તો ધમકાવે છે મુજને,

આ તે કેવી આડોડાઈ છે તારી ?

વાલમ તારી રીત લાગે છે ન્યારી. 


દિલથી પ્રેમ તું કરે છે હમેશા મુજને,

વિલંબથી આવું તો ખિજાય છે મુજને,

ઝગડ્યા વિના રહેતી નથી રાત સારી,

વાલમ તું કેમ જીદ છોડતી નથી તારી ? 


પ્રેમથી રોજ હું સમજવું છું તુજને,

દિલમાં ઝાંખીને તું નિહાળીલે મુજને,

"મુરલી" બનીજા એક આદર્શ નારી,

વાલમ પ્રેમથી જીવીયે જીંદગી સારી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance