STORYMIRROR

VARSHA PRAJAPATI

Tragedy

3  

VARSHA PRAJAPATI

Tragedy

જીવ અને શિવ

જીવ અને શિવ

1 min
417

વાત હતી ધર્મની એ યુદ્ધ પર આવી ગઈ,

થાઉં હું તૈયાર ત્યાં તો બ્યુગલો વાગી ગઈ.

કૃષ્ણ મારી સામે તો મને મારાં જ દેખાય છે,

પાર્થની આંખમાં સહેજ લાગણી ડોકાઈ ગઈ.


મારી પાછળ રડશો નહીં એવું કહીને,

મૃત્યુશય્યા પર બા મને જીવતાં શીખવી ગઈ.

સંબંધોની મશાલ સાથે એ જલતી રહી ઉમ્રભર,

એનાથી જ દૂર થવાની ઘડી નજીક આવી ગઈ.


એમનો સંબંધ ક્યાં કોઈથી પરખાય છે

જ્યાં જીવની શિવ સાથે પ્રિતડી બંધાઈ ગઈ,

બધાં જ મારાં છે છતાં મૃત્યુ સમયે વર્ષા,

જાત મારી જ મુજને છેતરીને ચાલી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy