જીંદગી તારા નામે
જીંદગી તારા નામે
તારા સાથે નજર મેળવવી છે,
મારા નયનો તને જોવા તડપે છે,
તુ પ્રેમ અનુભવે કે ન અનુભવે,
તારી તસ્વીર મારા નયનોમાં છે.
મારા શ્વાસમાં પ્રેમની સરગમ છે,
તારા પ્રેમનો તરાનો તે લલકારે છે,
તુ તરાનો સાંભળે કે ન સાંભળે,
મારા રોમ રોમ પ્રેમથી લહેરાય છે.
મારૂ હ્રદય તારા પ્રેમથી ધડકે છે,
મારી જીભ પર તારૂ જ નામ છે,
તુ મને પ્રેમ કરે કે ન કરે "મુરલી",
મારી જીંદગી ફક્ત તારા નામે છે.
રચના- ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)

