ઝૂમે વ્યોમે ત્રિરંગો
ઝૂમે વ્યોમે ત્રિરંગો
સંગ્રામે મુક્તતાના, અમર યશધરી, ભેટ દીધી સુભાગીઝૂમે વ્યોમે ત્રિરંગો,
ફરફર ફરકી, ધન્ય મા ભારતી તુંપ્રજાસત્ત્તાક ભોમે, સુરભિત કુસુમે,
વાયરા હેત ઢોળેઝીલી તોપો સલામી, દ્ર્ઢ જન ઉરમાં , ગૌરવી શોભતી તું
ઝૂમે ખેતો જ ધાન્યે, વનવન લહરે, ગાય ગીતો સરીતા ભંડારા માત ખોળે,
સુધન વતન આ, શોભતો દેશ શાખે ઊડે કેવા વિહંગો, હરખ સભર હો,
શાંતિ સંદેશ દેતા આઝાદીના ઉમંગો, નવલ ક્ષિતિજમાં, ભાવિના ભેખ ભાખે,
શિક્ષા પામી યુવાનો, હરણ ચરણથી, ઝીલતા જ્ઞાન આભાખૂલે સીમા અનંતા,
પર હિત સુખમાં, રાચવું એજ નારોસેનાની કોટિ હાથે, નભ જલધિ તટે,
સંકટો જાય આઘાઉત્ત્સવો એજ પૂંજી, શિલ અમન તણા, ભાવના ભાતૃચારો
દે જે તું જોમ ધૈર્ય, જય જય કરવા, શાન તારી ત્રિરંગાવંદીએ જન્મભોમા, પુલકિત મનડે, માવડી ઓળઘોળા.
