ઝરૂખેથી
ઝરૂખેથી
ઝરૂખેથી મળ્યાં'તા પ્રથમવાર જ્યારે, આપ જોતા હતા ઝરૂખેથી,
આવ્યા'તાઅમે જ્યારે આપદ્વાર, તમે જોયા અમને ઝરૂખેથી.
આંખથી આંખ મળી, જાણે સપના સેવાયાં ઝરૂખેથી,
મન આપણું મળી ગયુંને, જાણે હમસફર બન્યાં ઝરૂખેથી.
નોકરી કે કામે હું જાઉંને, વાટ જોઈ રહેતી તું ઝરૂખેથી,
પાછો જ્યારે હું ફરું, તો રાહ જોઈ ઉભી હોય તું ઝરૂખેથી.
બન્યાં'તા હમસફર જ્યારે, પડાવી'તી તસ્વીર ઝરૂખેથી,
બન્યાં જ્યારે મા-બાપ, ત્યારેપણ છે તસ્વીર ઝરૂખેથી.
ગુંજીછે કિલકારીઓ, બાળરમતોનાં સાક્ષીએવાં ઝરૂખેથી,
વિતિરહ્યાં જીવનનાં વર્ષો, આપણાં સુખદુઃખના સાક્ષી એવાં ઝરૂખેથી.

