STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ઝરણું

ઝરણું

1 min
881

છમછમ કરતું ઝરણું બોલ્યું

વાત વિશ્વને કહેવા સારું

નાના નાના થાશું જો ભેળા

બનશું નદી, ઓળંગી પા’ણા


દોડી દોડી આ જગ માપશું

સંઘ શક્તિની ગાથા ગાશું

ગતિ એ જ જીવનની ભાષા

પ્રેમ સમર્પણના રુડા સંદેશા


વનચરોને વ્હાલે ભીંજવશું

જળચર સંગે રમતાં વિહરશું

લીલીછમ ધરતી ગાશે ગીતો

વસંત લાવી ધરશે ફૂલછાબો


પાશું જગને પ્રેમનાં વારિ

સીંચી ભરશું રસઝોળી

પાવન નીરની સંગત સુમંગલ

કંકર કંકર પથડે થાશે શંકર


નાનાં ઝરણાં બનશે રે મહાસાગર

અવની પટે અંકિત થાશે અમર

અફાટ શક્તિનાં ઘૂઘવશે મોજાં

વિશ્વે ફરકશે યશની ગૌરવ ધ્વજા


ઝરણાંની આ કથા નિરાળી

ધરજો અંતરે વાત વિચારી

મોટા થવા સૌમાં રે ભળજો

લોકમાતા મહાસાગર બનજો


‘આકાશદીપ’ કહે સૂણો અંતરવાણી

ધન્ય! ઝરણાં નમીએ ઋણે મહાજ્ઞાની

છમછમ કરતું ઝરણું બોલ્યું

વાત વિશ્વને કહેવા સારું



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational