STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Children

3  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Children

ઝાંકળ ઝાંકળ રમીએ

ઝાંકળ ઝાંકળ રમીએ

1 min
203

ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ

ટીપે ટીપું જોડીએ સાથે ને

ભેગી સાંકળ સાંકળ કરીએ

ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ,


વરસાદને કહી દેવાનું કે 

રમવું હોય તો આવજે

ઝરમર ઝરમર વરસીને

ગમવું હોય તો વરસજે

કેટલા ભેગા કર્યા છે એ

ટીપે ટીપાનો હિસાબ કરીએ

ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ,


ફૂલ ફૂલ પર બેસવાનું ને

પાંદડે પાંદડે જઈ પડવાનું

મસ્તીમાં આપણી રહેવાનું

પણ કોઈને નહીં નડવાનું

ટીપે ટીપા ભેગા કરીને

દરિયો એકઠો કરીએ

ચાલ ઝાંકળ ઝાંકળ રમીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational