STORYMIRROR

Nisha Shah

Inspirational

3  

Nisha Shah

Inspirational

ઝાંઝવાનાં જળ

ઝાંઝવાનાં જળ

1 min
203

ના કરો ભાગમભાગ દોડાદોડ સૌ,

આગળ જુઓ ક્યાંક પડી જશો તમે,

પાછળ જુઓ તમારા જેવા કેટલાય છે,

ઉપર જુઓ તો કોને પકડવા મથો છો !


અરે ! આ તો છે લક્ષ્મીનો નવો અવતાર,

નામછે એનું ડોલર ! જે મળે ડોલરિયા દેશમાં

રંગરંગીલો દેશ જ્યાં છેલછબીલા વસે,

ભારતથી છે દૂર, છે એ તો ઝાંઝવાનાં જળ !


ડોલરને તમે ઓળખતા નથી ભાવ એનાં ઉંચા,

જેટલા ઉંચા હાથ કરી દોડશો એને પકડવા,

પ્રલોભન આપી ભરમાવશે, હાથ ન આવે એ,

મહત્વકાંક્ષા ખૂબ કરી તો થશો ખુવાર તમે!


જીદગીભર તમે ભલે વલખા મારો

ચંચળ છે એ પણ હાથ ન આવે કદી.

ના કરો ભાગમભાગ દોડાદોડ સૌ,

આગળ જુઓ ક્યાંક પડી જશો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational