ઝાંઝર
ઝાંઝર
ઝાંઝર પહેરી જ્યારે તું ચાલી રણઝણતો લાગ્યો સંસાર મને,
આવી જ્યારે મારી દીકરી ત્યારે ભાવવા લાગ્યો કંસાર મને.
આવી તું કુમકુમ પગલે સવાર્યું જીવન તે મારું,
તારા અહેસાસમાં ઓસરવાનો લાગ્યો ભણકાર મને.
"નીરવ" જ્યારે એ પહેરી ઝાંઝર ચાલી છમછમ,
દીકરી તારા અસ્તિત્વમાં લાગ્યો માં નો અણસાર મને !
