ઝાંઝર
ઝાંઝર
પગમાં ઝાંઝર પહેરીને ઠુમ્મક ઠુમ્મક ચાલે ગોરી.
સોળ શણગાર સજીને મહેલમાં જોને મ્હાલે ગોરી.
હસે તો જાણે ફૂલઝરી, નયનમાં નેહ નીતરતો જાણે.
મન લુભાવે સૌનું કેવું ખંજન તારા ગાલે ગોરી.
વીજ ચમકે નભમાં જોને, વાદળ ગરજે વેરી થઇ.
હીરા-મોતી ઝાંખા દીસે, બિંદી ચમકે તારા ભાલે ગોરી.
શમણાં સજાવે આખ્યુંમાં, શરમના શેરડા ફૂટે જોને,
વાટ નીરખતી એ, સ્વપ્નમાં પિયુનો હાથ ઝાલે ગોરી.
મીઠું-મીઠું મલકે એ તો, વાયરો સંદેશ લાવે મિલનનો.
મન મયુર થઇને ટહુકે, નાચે તબલાના તાલે ગોરી.
