STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

ઝાડવાંની માયા

ઝાડવાંની માયા

1 min
26.5K


જાતે વેઠે તાપ અને લોકોને દે છાયા,

આવા ભોળાં ઝાડવાની લાગી મુજને માયા.


રાત દન એ ખડા પગલે વાયુ થઈ ને વાયા,

તોયે ઝાડ હસતાં હસતાં ઘરમાં એવા આયા.


ડાળે ડાળે વસંત ખીલેને મૂળિયે મૂળિયે માયા,

ધરતીના કણકણમાં વસતી ઝાડવાની જાયા.


ઔષધનો ભંડાર છે ને કુદરતની છે કાયા,

આવા ભોળાં ઝાડવાની લાગી મુજને માયા.


એક જગાએ ઊભાં ઊભાં કેવાં સુખડાં લાયા,

ધરતીના ખોળામાં રોજે ખીલતી એની કાયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational