STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

ઝાડ

ઝાડ

1 min
13.1K


પૈસા પાછળ એ ભાગે છે

માણસને ક્યાં કઇ ફાવે છે


મોટા આંબા, વડ કાપીને,

મનીપ્લાન્ટને વાવે છે.


ફૂલ, ડાળી ફોટે વાવી,

મૂળિયાં એનાં કાઢે છે.


નાના મોટાં ઘરનો માણસ,.

મીઠાં છાંયાઓ વાઢે છે.


મરવાનો થ્યો છે આ માણસ,

જે વનના ફોટા પાડે છે.


યંત્રો પાછળ ગાંડો થઇને,

એ મોતને બોલાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational