STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

જગતનો તાત

જગતનો તાત

1 min
211

કણનું ધરા પર મણ કરી પોષે જગતનો તાત આ,

ધરતીને હરિયાળી કરી સેવે જગતનો તાત આ.


કણકણને મ્હેંકાવે ધરાના ખુદ કસીને જાતને,

લીલો મુગટ શોભાવતો જીવે જગતનો તાત આ.


ના ખુદ સજાવી જાતને ખીલાવવા કણકણ જગે,

હસતો રહી અનમોલ ધન વાવે જગતનો તાત આ.


પકવી ધરામાંથીજ દાણા અન્નના મોતી સમા,

સાચું ધરાનું મોલ સમજાવે જગતનો તાત આ.


સાચેજ ખોટું પણ નથી ઉપનામ જગતનો તાત એ,

ખુદ ખોટ વેઠી સૌને ખવડાવે જગતનો તાત આ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational