STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

જગતના ખેલ

જગતના ખેલ

1 min
14

તને જ તારાઓએ ઘા માર્યા પછી કોને કહેવાનું,

ભલે હોય તને હૃદય ભાવ તારે દુઃખને સહેવાનું.


જિંદગી એક મહાસંગ્રામ તારે એકલા લડવાનું,

બની જજે મરણિયો યોદ્ધો પારોઠ નહિ હટવાનું.


જીત હંમેશા સત્યની જ થાય એ મનમાં રાખવાનું,

ભલે રંગ બદલે આ દુનિયા તારે સંગીન બનવાનું.


કેટલા સંપ્રદાયો છે આ દેશમાં તેથી દૂર રહેવાનું,

શાશ્વત સત્યસનાતન ધર્મ તે સ્વીકારી ચાલવાનું.


ઈશ્વરને સ્થાન કાયમ તારા હૃદયમાં જ આપવાનું,

માનવપ્રેમ એ પણ ઈશ્વર પ્રેમ માનવને મળવાનું.


દુઃખિયાના આંસુ લૂંછી તેના મદદગાર બનવાનું,

સમય બહુ કપરો છે જોઈને આગળ વધવાનું.


લોભની લાલચમાં આવીને કદીપણ ના પડવાનું,

રમાડે કોઈ સંતાકૂકડી જોઈ વિચારીને રમવાનું.


જગતના ખેલ નિરાળા છે ખેલાવે તેમ ન ખેલવાનું,

રૂપિયા જોઈ દોડશે લોકો રાખશે એમને ચાહવાનું.


માણસ માને છે મને ચાહે મગજ માંથી કાઢવાનું,

મોટા ભાગના લોક મુખે હોય બીજાનું વાટવાનું.


બોલવું મફતમાં છે એટલે મન પડે તેમ બોલવાનું,

માનવદેહ મળ્યો તો શું બીજાનું અહિત કરવાનું.


અંદરનો મેલ કાઢી નાખો એકવાર સૌને મરવાનું,

"પ્રવિણ" પંખી બની જઈશ પછી તારે ઊડવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational