જામફળને થઈ શરદી
જામફળને થઈ શરદી
જામફળ કહેતું મમ્મી આજે
ગરમ સ્વેટર પહેરાય,
ઠંડીથી મારું શરીર થથરે
ટાઢથી હવે ના રહેવાય,
નાકે સર્દી ઘૂસી ના જાય
મમ્મી મને મફલર બાંધી દે
મમ્મી મારું ગમતું ઊનનું
સ્વેટર ફટાફટ સાંધી દે
છીંકા છીંક શરૂ થાય તે પહેલાં
ગરમ ઉકાળો પીવરાય,
જામફળ કહેતું મમ્મી આજે
ગરમ સ્વેટર પહેરાય,
છીંકા છીંકો શરૂ થઈ ગઈ
જામફળની સર્દી વધી ગઈ
મમ્મીની ચિંતા વધી ગઈ
શું જામુની સર્દી ભાગશે નઈ ?
મમ્મી તારા ખોળામાં સૂવરાય
તો ઠંડી ફટાફટ ભાગી જાય,
જામફળ કહેતું મમ્મી આજે
ગરમ સ્વેટર પહેરાય.
