જાદુઈ દુનિયા
જાદુઈ દુનિયા
અંતરમંતર જંતરની દુનિયાં લાગે રૂડી દૂરથી,
વગર મહેનતે મળેલી સોગાતો શું છે કામની ?
કાળ સાથે કોળિયો બની કોચવાતી રહેશે,
છડી જાદુઈ ભરી ભ્રમણાં અસ્તિત્વને મારતી,
અંધારી આલમમાં એ પગપસારી પાંગરતી,
ધીરજનાં બળને હરી ઈચ્છાઓને ઓથે ઓગળતી,
આંખોમાં ભરી તૃષ્ણાં હરપળ જાદુથી સતાવતી,
હાથમાં આપી જાદુઈ છડી તન મનને પાંગળા બનાવતી,
સંઘર્ષ વગર મળેલાંનો મોલ શું રહેવાનો ભલાં મનવા,
કિસ્મતે લખેલી પારસમણિને એ મોહી છીનવી લેતી,
જાદુની આ જાદુઈ નગરી નહીં આપણાં કામની સાખી,
કરમાં હશે કર્મઠતા તો, જાદુઈ છડી કાંડે મઠાઈ ઝળહળતી.
