જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
કાશ એક હોત જાદુઈ ચિરાગ,
જેમાંથી નીકળે જાદુગર જીન.
જે સાંભળત મારી હરએક વાત,
જે ચાહું એહું માંગી શકું તેની પાસ.
ઈચ્છાઓ હર એક એ પૂરી કરે,
હરહંમેશ એ મને મદદ કર્યા કરે.
કરું હું હંમેશા સાચા સારા કામ,
કરે મદદ જીન મને કરવાં સુંદર કામ.
કાશ એક હોત જાદુઈ ચિરાગ,
કરું હું સદા પરોપકારનાં કામ.
